About smartmeet

I love Gujarati language,tradition and all about Gujarat and Gujarati. Married with Engineering but my GF is Gujarati-Sahitya. By religion Jain and I am proud to be a jain,coz Jain religion is Most Practical and Ethical Religion in the World.

AA Jindagi jane ek Gazal thai gai…

Hello everybody,

I know it’s been a long time since I posted something, but what can I do? I was busy finding myself.

So, after a long time, I’m going to publish, hope you will like it.

આ જિંદગી જાણે એક ગઝલ થઈ ગઇ,
સૂચના જેટલી વાત હતી ને જાહેરાત થઈ ગઈ!

કરવાનો હતો માત્ર આત્મા સાથે યોગ,
ધર્મના નામે એક મોટી રમત થઈ ગઈ!

કરી લઈશું આજે નહીં તો કાલે, છે ઘણો સમય,
સમયસૂચકતા ના નામે મોટી આળસ થઈ ગઈ!

ઉપર આવવું હોય, તો થોડું આમતેમ કરવું જ પડે,
નીતિમત્તા ના નામે બુદ્ધિ ની હરાજી થઈ ગઈ!

કબૂતરને બચાવીશું પણ નોકરને તો નહીં જ છોડીએ,
જીવદયા ના નામે ઘણી દેખા-દેખી થઈ ગઈ!

આવડશે સત્તર ભાષા, માતૃભાષા તો નહીં જ બોલીએ,
શિક્ષણ ને હોદ્દાના નામે સંસ્કૃતિની મજાક થઈ ગઈ!

ખુદા-અલ્લાહ-જેહાદ તો ઘણા પવિત્ર શબ્દો છે,
વતનપરસ્તીના નામે અંધાધૂંધી થઈ ગઈ!

દિલથી દિલના તાર જોડવાના હતા, સાહેબ,
કાયાને નિરખવામાં આત્મિક-પ્રેમની બાદબાકી થઈ ગઈ!

લખવું તો હજી ઘણું બધું છે, પણ શું કરું?
આ લખતા લખતા જ મારી કલમ બંધ થઈ ગઈ!newpoem

Advertisements

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,

wmdev_636106806232053931તને ઓળખ મળશે તારા અંધકારમાં,
ફેલાવ પ્રકાશ તું ખુદ તારા અંતર માં.

જોયા મેં કૈંક પયગંબર જે ખુદ અંધકારમાં રહીને પ્રકાશ ફેલાવવાનો દાવો કરે છે કથિત,
ને વખત જતા તું પણ બની ગયો છે  એ જ રાહ નો પથિક.!

હા, હું છું કદાચ નાસ્તિક ને ધર્મવિરોધી કિન્તુ,
ભક્ત છું સાચો પ્રભુનો ગમે જગત ના દરેક જંતુ.

આત્માથી પરમાત્મા બનવાનો
માર્ગ કરે કદાચ પરેશાન,
પણ દાનવ ને બદલે માનવ તો બન એ પણ છે ઘણું આસાન.!

જો આપશે પ્રભુ મને ફાંદ તો હું ચલાવી લેવા,
ફાંદ ને લીધે જ “ગણેશ” ગયા હતા મા-બાપની પ્રદક્ષિણા દેવા.!

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,
સોનેરી વાત લખી છે એ થોડી હોઈ કઈ સસ્તી.!

Guruma Amar Raho

Pujya Yugpradhan Chandrashekhar Maharaj Saheb is a great monk of Jain Religion during last 100 years. He wrote more than 250 books and turned lives of millions of people and I’m one of them.
This is my little poetry on his 5th Death Anniversary(Guru Dashami)
P.S. You can read about him and all of his books on  Yugpradhan

ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

ચંદ્રશેખર! ના તારા જેવું કોઈ હતું, છે ને કદાચ થશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તારી શુદ્ધિની લોકો ઉપમા આપે ને કરુણા તો રોમ રોમ માં વસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તારા રસ્તે તો ઘણા ચાલે પણ તારી જેમ કોઈ જ ના દીસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

સિંહગર્જનાનો તું સ્વામી ગણાય ને અતિ-સૂક્ષ્મ પાપોનો પણ ડંખ વસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તું તારા પાપમાં જેટલો કાંપે એટલો જ શાસનરક્ષા માટે જગને કંપાવતો હશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

છેવટ સુધી આપ પન્યાસ જ રહ્યા ને અહો! યુગપ્રધાન બની અમર બનશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

બસ,છેલ્લે એટલું જ કહું તે કરેલો વાયદો યાદ રાખજે,
ઉપર જઈને બધાને સીધાદોર કરજે,
એટલું જ આ તારો ‘વીર’ ઝંખશે

ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

Happy Frindship Day

હસી હસી ને રડી લઈશું, મરવા ટાણે જીવી લઈશું..!

ભલે દીધા જિંદગી એ ઘણા દર્દ-એ-સિતમ મારા દોસ્ત,
પણ દોસ્તીની રમતમાં તો દિલ-એ-જાનથી રમી જ લઈશું..!

દોસ્તીમાં તો જાન ને જિગર કુરબાન છે,
તો પેલી મહોબતની જંગ કઈ મોટી દાસ્તાન છે..!

દોસ્તી એટલે ભગવાને કરેલી એક ભૂલ સુધારવાનો મોકો,
લોહીના સંબંધો ભૂલીને દિલના તાર જોડવાનો અવસર અનોખો..!

મને એટલે જ કદાચ રાધા-કૃષ્ણ કરતા કૃષ્ણ-સુદામા વધુ ગમે,
પ્રેમની લડાઈ જીતવા કરતા દોસ્તીની હારમાં મનડું ઠરે..!

સિક્કો ઉછાળીને નક્કી થાય જો,પ્રેમ જોઈએ કે દોસ્તી,
માંગશે સિક્કો ‘શોલે’ નો આ બાળક સોનેરી..!

Thai Jashe

હા, બિલકુલ ‘Thai Jashe’
નેતા ન કરે કોઈ કામ પણ “વિકાસ” એ તો ‘Thai Jashe’
વિદ્યાર્થી કહે શિક્ષકને “ઘરકામ” એ તો ‘Thai Jashe’
ભલે ન હોઈ કઈ મનોરંજન પણ “ફિલ્મ” તો hit ‘Thai Jashe’
ખરીદી વખતે બજારમાં 5₹ માટે “ભાવ” તો ‘Thai Jashe’
મળે જો જુનો મિત્ર તો ટપરીની “એક ચાય” એ તો ‘Thai Jashe’
ને આવે પાસે gf તો “ખિસ્સા ખાલી” ‘Thai Jashe’
રવિવાર ની સવારે ફાફડા પર “બે બે હાથ” ‘Thai Jashe’
તકલીફ જો આવે મિત્રને તો પૈસાનો “જુગાડ” ‘Thai Jashe’
ઉધાર માંગવા આવે ત્યારે boss “બહાના” તૈયાર ‘Thai Jashe’
ને શિયાળામાં પત્ની સાથે રોજ “બપોરીયું” તો ‘Thai Jashe’
જો બકા તકલીફ તો છે જ ને રેવાની પણ એમાંય “જલસો” જોરમાં ‘Thai Jashe’
બાકી વાયદાઓનું આ બજાર છે જે થાશે એ જોયું જાશે ને બાકી બધું ‘Thai Jashe’

Mom..it’s for you.!

WmDev_635982928554725932

માં એટલે વ્હાલ નો દરિયો
માં એટલે પ્રેમ નો પુળીયો
કોઈ “echo-point” પર માં બોલો ને તો પડઘાસ્વરૂપે તમને ભગવાન શબ્દ સંભળાય તે માં…
માં એટલે વાત્સલ્ય નું ઝરણું
ને અનરાધાર હૂંફ નું એક અનોખું ભરણું

માં એટલે નિઃસ્વાર્થ પ્રેમ નો ધોધ
ને ભગવાને દુનિયા ને આપેલી એક અનોખી શોધ.
માં એટલે કરુણા ની સરિતા
માં એટલે નારીત્વ ની ગરિમા
માં એટલે પ્રેમ નો પુંજ
ને કઈ પણ થાય તો થતી રહે કાયમ માં ના નામ ની ગુંજ…

માં એટલે મમત્વ નો સાગર
ને દીકરા ના દરેક અપજશ ને સમાવી લેતી ગાગર
ખરેખર માં એટલે માં એટલે માં એટલે માં

2015 in review

Hola all my well-wishers, I am glad to show you my annual report made by the great WordPress team.

This is my first year on WordPress,and yes my blog hits crossed 1200,so it is great achievement for me.I got views from more than “10 COUNTRIES.”

See my full report my top post,top comments and many more.

Thank you Thank you Thank you once again to all my well-wishers.

Click here to see the complete report.

Kavita Lakhvama j ene to ‘Soneri’ aanand aavyo.!

Everyone has ‘Poet’ in their heart,in their soul but some people wrote their feelings on paper and some people not.!

After writing on some various topics like Romance Sadness Childhood To My Sister today I am presenting you the feelings of every poet’s soul,every poet’s heart.!

This is my tribute to great great great Gujarati Poet ‘Mariz’ (Gujarat’s Galib),too.

#SpreadLove

kavita

Shrimali Jatra Sanedo

Hello all.
As I said earlier our gnyati Shri Surat Visha Shreemali will be going to do jatra at different places like Sammetshikharji,Pavapuriji and different Kalyanak Bhumi with around 1000+ people for 12-13 days.
This is going to be a great history in our Samaj. To make this journey memorable,the gem of Gnyati Mr. Ankur Nalinchand Nanavati has made this wonderful ‘Sanedo’(One type Gujarati song genre).

Even I had also written a song for our ‘Shreemali Jatra’

You can take a look at: https://meetnisonerivaato.wordpress.com/2015/11/20/Shreemali-Jatra-Geet

P.S.: Jo Baka,Shreemali ni jatra chhe atle jalso to rehvano j.!

#JatraJorMaChhe
#JaiParshwanath

gnyati1.png

Lyrics for ‘Kehvu Ghanu Ghanu che.’

Kem chho.? mara mitro.!
I am very happy to represent Lyrics and Lyrical video for the Extra Ordinary Song ‘Kahevu Ghanu Ghanu Chhe’ from the Extra Fabulous movie ‘Chhello Divas-A new beginning’.

I had watched this movie more than one time.And I love this song too much.But I can’t find lyrics for this song.Me and thousands of people like me finding the lyrics for this. So I have decided to make this.

I do not have any kind of purpose to break copyright issues holding by the producers of movie.I have just made this for sharing some happiness and love.

I hope the team ‘Chhello Divas-A new beginning’ will understand,appreciate and accept my little effort.

**If you are Gujarati lover and want to read like this poem and more then check  out my other blogs.
For example: (One Romantic Poetry)
https://meetnisonerivaato.wordpress.com/2015/06/16/SunghviChheMare

#LoveAnthem of the Season.!
#SpreadLove

Lyrics for ‘Kehvu Ghanu Ghanu Chhe..’

kahevu