તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,

wmdev_636106806232053931તને ઓળખ મળશે તારા અંધકારમાં,
ફેલાવ પ્રકાશ તું ખુદ તારા અંતર માં.

જોયા મેં કૈંક પયગંબર જે ખુદ અંધકારમાં રહીને પ્રકાશ ફેલાવવાનો દાવો કરે છે કથિત,
ને વખત જતા તું પણ બની ગયો છે  એ જ રાહ નો પથિક.!

હા, હું છું કદાચ નાસ્તિક ને ધર્મવિરોધી કિન્તુ,
ભક્ત છું સાચો પ્રભુનો ગમે જગત ના દરેક જંતુ.

આત્માથી પરમાત્મા બનવાનો
માર્ગ કરે કદાચ પરેશાન,
પણ દાનવ ને બદલે માનવ તો બન એ પણ છે ઘણું આસાન.!

જો આપશે પ્રભુ મને ફાંદ તો હું ચલાવી લેવા,
ફાંદ ને લીધે જ “ગણેશ” ગયા હતા મા-બાપની પ્રદક્ષિણા દેવા.!

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,
સોનેરી વાત લખી છે એ થોડી હોઈ કઈ સસ્તી.!

Advertisements

Thai Jashe

હા, બિલકુલ ‘Thai Jashe’
નેતા ન કરે કોઈ કામ પણ “વિકાસ” એ તો ‘Thai Jashe’
વિદ્યાર્થી કહે શિક્ષકને “ઘરકામ” એ તો ‘Thai Jashe’
ભલે ન હોઈ કઈ મનોરંજન પણ “ફિલ્મ” તો hit ‘Thai Jashe’
ખરીદી વખતે બજારમાં 5₹ માટે “ભાવ” તો ‘Thai Jashe’
મળે જો જુનો મિત્ર તો ટપરીની “એક ચાય” એ તો ‘Thai Jashe’
ને આવે પાસે gf તો “ખિસ્સા ખાલી” ‘Thai Jashe’
રવિવાર ની સવારે ફાફડા પર “બે બે હાથ” ‘Thai Jashe’
તકલીફ જો આવે મિત્રને તો પૈસાનો “જુગાડ” ‘Thai Jashe’
ઉધાર માંગવા આવે ત્યારે boss “બહાના” તૈયાર ‘Thai Jashe’
ને શિયાળામાં પત્ની સાથે રોજ “બપોરીયું” તો ‘Thai Jashe’
જો બકા તકલીફ તો છે જ ને રેવાની પણ એમાંય “જલસો” જોરમાં ‘Thai Jashe’
બાકી વાયદાઓનું આ બજાર છે જે થાશે એ જોયું જાશે ને બાકી બધું ‘Thai Jashe’