તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,

wmdev_636106806232053931તને ઓળખ મળશે તારા અંધકારમાં,
ફેલાવ પ્રકાશ તું ખુદ તારા અંતર માં.

જોયા મેં કૈંક પયગંબર જે ખુદ અંધકારમાં રહીને પ્રકાશ ફેલાવવાનો દાવો કરે છે કથિત,
ને વખત જતા તું પણ બની ગયો છે  એ જ રાહ નો પથિક.!

હા, હું છું કદાચ નાસ્તિક ને ધર્મવિરોધી કિન્તુ,
ભક્ત છું સાચો પ્રભુનો ગમે જગત ના દરેક જંતુ.

આત્માથી પરમાત્મા બનવાનો
માર્ગ કરે કદાચ પરેશાન,
પણ દાનવ ને બદલે માનવ તો બન એ પણ છે ઘણું આસાન.!

જો આપશે પ્રભુ મને ફાંદ તો હું ચલાવી લેવા,
ફાંદ ને લીધે જ “ગણેશ” ગયા હતા મા-બાપની પ્રદક્ષિણા દેવા.!

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,
સોનેરી વાત લખી છે એ થોડી હોઈ કઈ સસ્તી.!

Advertisements

…હસતા હસાવતા શૂન્યાવકાશ થઈ ગયો…

જગતને જાણ​વામા ને જીવનપોથી લખ​વામા અંદરથી ઘુંટાતો રહ્યોકાયમ હસતો ચહેરો રાખવાની કોશિશમા ને દુનિયાને ખુશ રાખ​વાની તજ​વીજમા, અંદરનું હાસ્ય ગુમાવતો ગયો..!

સ્વભાવને સારો રાખવાનાં નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો ને હૂંફનાં અભાવમાં સરકતો ગયોઅસ્તિત્વને ટકાવ​વાના ચક્કરમાં શું હું પોતે જ એક ભૂતકાળ બની ગયો..

હૃદયની વાતો જબાન પર માત્ર હાસ્ય સ્વરૂપે લાવતો ગયો ને મારા દુઃખદર્દમા એકલો અટુલો ઘોળાતો ગયોજિંદગીના રહસ્ય શોધ​વાની જંગમાં હું પોતે જ ગુમનામ બનતો ગયો..​!

કાયમ હસમુખો રહેતો, રડતાને પણ હસાવી દેતો ને જ્યારે એકલો પડું ત્યારે પોક મૂકીને રડી લેતોજીવન જીવતા શીખ​વાડતો ગયો ને પોતે જીવતરની કસોટીમા અનુત્તીર્ણ થતો રહ્યો…!

મન મૂકીને જીવ​વાની લ્હાયમા મન મારીને જીવતો રહ્યોજીવતે જીવ લાશ બનતો રહ્યો ને ‘Joker’ નું નકાબ પહેરતો ગયો..!

કોઇકને આંખનો અફીણી બનાવ​વાના નિરર્થક પ્રયાસમાં ખુદ દર્દ​-અફીણનો વ્યસની બનતો ગયો..જગતને પ્રેમ વહેંચવાના ચક્કરમાં હું મારી પોતાની નફરતનો શિકાર બની ગયો..!

દુનિયા આખીમાં ફેલાવ​વાની ચાહમાં પેલો સિકંદર મરતી વખતે બે હાથ ફેલાવતો રહી ગયો તે જ રીતે હું પણ લોકોને સોનેરી વાતો” કહેવાની પળોજણમાં ખુદની કથની પર જ કાટ લગાડતો રહ્યો..???

પણ બસ​! હ​વે બહુ થયું

જીવન જીવતા તો આવડે છે પણ,​વે જીવનને માણતા આવડી ગયું….

લોકોની વાતોને અવગણતા આવડી ગયું…

મને મારા આંસુ ઓગાળતા આવડી ગયું

મને મારા દિલને સમજાવતા આવડી ગયું

મને દંભી દુનિયામાં જીવતા આવડી ગયું…

Picture2