AA Jindagi jane ek Gazal thai gai…

Hello everybody,

I know it’s been a long time since I posted something, but what can I do? I was busy finding myself.

So, after a long time, I’m going to publish, hope you will like it.

આ જિંદગી જાણે એક ગઝલ થઈ ગઇ,
સૂચના જેટલી વાત હતી ને જાહેરાત થઈ ગઈ!

કરવાનો હતો માત્ર આત્મા સાથે યોગ,
ધર્મના નામે એક મોટી રમત થઈ ગઈ!

કરી લઈશું આજે નહીં તો કાલે, છે ઘણો સમય,
સમયસૂચકતા ના નામે મોટી આળસ થઈ ગઈ!

ઉપર આવવું હોય, તો થોડું આમતેમ કરવું જ પડે,
નીતિમત્તા ના નામે બુદ્ધિ ની હરાજી થઈ ગઈ!

કબૂતરને બચાવીશું પણ નોકરને તો નહીં જ છોડીએ,
જીવદયા ના નામે ઘણી દેખા-દેખી થઈ ગઈ!

આવડશે સત્તર ભાષા, માતૃભાષા તો નહીં જ બોલીએ,
શિક્ષણ ને હોદ્દાના નામે સંસ્કૃતિની મજાક થઈ ગઈ!

ખુદા-અલ્લાહ-જેહાદ તો ઘણા પવિત્ર શબ્દો છે,
વતનપરસ્તીના નામે અંધાધૂંધી થઈ ગઈ!

દિલથી દિલના તાર જોડવાના હતા, સાહેબ,
કાયાને નિરખવામાં આત્મિક-પ્રેમની બાદબાકી થઈ ગઈ!

લખવું તો હજી ઘણું બધું છે, પણ શું કરું?
આ લખતા લખતા જ મારી કલમ બંધ થઈ ગઈ!newpoem

Advertisements

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,

wmdev_636106806232053931તને ઓળખ મળશે તારા અંધકારમાં,
ફેલાવ પ્રકાશ તું ખુદ તારા અંતર માં.

જોયા મેં કૈંક પયગંબર જે ખુદ અંધકારમાં રહીને પ્રકાશ ફેલાવવાનો દાવો કરે છે કથિત,
ને વખત જતા તું પણ બની ગયો છે  એ જ રાહ નો પથિક.!

હા, હું છું કદાચ નાસ્તિક ને ધર્મવિરોધી કિન્તુ,
ભક્ત છું સાચો પ્રભુનો ગમે જગત ના દરેક જંતુ.

આત્માથી પરમાત્મા બનવાનો
માર્ગ કરે કદાચ પરેશાન,
પણ દાનવ ને બદલે માનવ તો બન એ પણ છે ઘણું આસાન.!

જો આપશે પ્રભુ મને ફાંદ તો હું ચલાવી લેવા,
ફાંદ ને લીધે જ “ગણેશ” ગયા હતા મા-બાપની પ્રદક્ષિણા દેવા.!

તપ-જપ છોડી થોડું જીવી લે, કર થોડી મસ્તી,
સોનેરી વાત લખી છે એ થોડી હોઈ કઈ સસ્તી.!

Guruma Amar Raho

Pujya Yugpradhan Chandrashekhar Maharaj Saheb is a great monk of Jain Religion during last 100 years. He wrote more than 250 books and turned lives of millions of people and I’m one of them.
This is my little poetry on his 5th Death Anniversary(Guru Dashami)
P.S. You can read about him and all of his books on  Yugpradhan

ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

ચંદ્રશેખર! ના તારા જેવું કોઈ હતું, છે ને કદાચ થશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તારી શુદ્ધિની લોકો ઉપમા આપે ને કરુણા તો રોમ રોમ માં વસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તારા રસ્તે તો ઘણા ચાલે પણ તારી જેમ કોઈ જ ના દીસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

સિંહગર્જનાનો તું સ્વામી ગણાય ને અતિ-સૂક્ષ્મ પાપોનો પણ ડંખ વસે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

તું તારા પાપમાં જેટલો કાંપે એટલો જ શાસનરક્ષા માટે જગને કંપાવતો હશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

છેવટ સુધી આપ પન્યાસ જ રહ્યા ને અહો! યુગપ્રધાન બની અમર બનશે,
ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

બસ,છેલ્લે એટલું જ કહું તે કરેલો વાયદો યાદ રાખજે,
ઉપર જઈને બધાને સીધાદોર કરજે,
એટલું જ આ તારો ‘વીર’ ઝંખશે

ને એટલે જ તું કદાચ જિનશાસન ના નસીબમાં હશે..

Thai Jashe

હા, બિલકુલ ‘Thai Jashe’
નેતા ન કરે કોઈ કામ પણ “વિકાસ” એ તો ‘Thai Jashe’
વિદ્યાર્થી કહે શિક્ષકને “ઘરકામ” એ તો ‘Thai Jashe’
ભલે ન હોઈ કઈ મનોરંજન પણ “ફિલ્મ” તો hit ‘Thai Jashe’
ખરીદી વખતે બજારમાં 5₹ માટે “ભાવ” તો ‘Thai Jashe’
મળે જો જુનો મિત્ર તો ટપરીની “એક ચાય” એ તો ‘Thai Jashe’
ને આવે પાસે gf તો “ખિસ્સા ખાલી” ‘Thai Jashe’
રવિવાર ની સવારે ફાફડા પર “બે બે હાથ” ‘Thai Jashe’
તકલીફ જો આવે મિત્રને તો પૈસાનો “જુગાડ” ‘Thai Jashe’
ઉધાર માંગવા આવે ત્યારે boss “બહાના” તૈયાર ‘Thai Jashe’
ને શિયાળામાં પત્ની સાથે રોજ “બપોરીયું” તો ‘Thai Jashe’
જો બકા તકલીફ તો છે જ ને રેવાની પણ એમાંય “જલસો” જોરમાં ‘Thai Jashe’
બાકી વાયદાઓનું આ બજાર છે જે થાશે એ જોયું જાશે ને બાકી બધું ‘Thai Jashe’

2015 in review

Hola all my well-wishers, I am glad to show you my annual report made by the great WordPress team.

This is my first year on WordPress,and yes my blog hits crossed 1200,so it is great achievement for me.I got views from more than “10 COUNTRIES.”

See my full report my top post,top comments and many more.

Thank you Thank you Thank you once again to all my well-wishers.

Click here to see the complete report.

સારું થયું કે તું જિંદગીમાં આવી..!

તું નહિ હતી ને તો જાણે મારી જિંદગી Question Mark(?) પણ
તારા અચાનક આવ્યા પછી મારી જિંદગી Exclamation mark(!)..

અલ્પવિરામ(,) જેવી જિંદગી ને તે પૂર્ણવિરામ(.) બનાવી દીધી શું કહું વ્હાલી તને મારી Open Bracket ( જેવી જિંદગી ને તે Close Bracket [ ] બનાવી દીધી…

જો તું ના હોત તો મારી જિંદગી Semicolon પરંતુ “Thank God” કે તું છે તો મારી જિંદગી Colon(:)…

Negative(-) તરફ જતી જિંદગી ને તે Positive(+) બનાવી દીધી,Thank you my darling તે જિંદગી માં મોટી Equality(=) લાવી દીધી..

એકલતા ની બાદબાકી(-) કરી ને જિંદગી માં નવા રંગો ના સરવાળા(+) કરી દીધા,ભાગાકાર(/) જેવી સાવ નિરસ જિંદગી માં સંબંધો ના નવા ગુણાકાર(*) કરી દીધા…

આજીવનભર નું તુ Hash Tag(#) રહેશે મારું આપણા ભવોભવ નો સાથ ચક્રવૃદ્ધિ વ્યાજ(%) માં ગણાશે વારું.. !⁠⁠

This is another small try from me…(poetry in English):

“When I wanna do “Gaandi Masti” u are always there..
When I wanna sleep in some girl’s lap u are always there..
When I feel lonely (feels most the time),u are always there..
I am sure,
Whenever I will feel bored u will always there..”
Happy b’day my friend…
Happy b’day my ‘care-taker’…
Happy b’day my loveliest person…
Happy b’day my joker…
Haappy b’day my crazy sis…
Happiest Birthday my dear..

P.S.: This is the gift from me to my cute little sister who is 13 years younger than me.My humble request to all  my Well-Wishers that to celebrate her 8th birthday atleast do one good work(HUMANITY work) and spread love…!

Pic Captured and Edited by: ME from lumia 1020 and adobe photoshop cc.rashi1_blog

ક્યાં ગયું એ નાનપણ…? 😇

ત્યારે હતા સ્વરૂપ ભગવાન ના ને આજે માત્ર બની ગયા છીએ રૂપ શેતાનના…
ક્યાં ગયું એ નાનપણ…?

નાના હતા ત્યારે વડીલો ને દિલ થી follow કરતા હતા ને આજે click થી follow કરતા થઇ ગયા..
ક્યાં ગયું એ નાનપણ…?

ના હતી જફા કોઈ જાત ના results લાવવાની કે નહોતી ચિંતા fb પર likes વધારવાની…
ક્યાં ગયું એ નાનપણ…?

યાદ છે એ નાનપણ ની ચડ્ડી ખેંચી જવાની રમત ને જાણે આજે તો એ થઇ ગઈ ટાંટિયાખેંચ ની કરામત…
ક્યાં ગયું એ નાનપણ…?

નહોતા દિમાગ થી ગંભીર,હતા દિલ થી ભોળા ને આજે કદાચ બંને રીતે ગંભીર પણ માત્ર દેખાડા ના ભોળા…
ક્યાં ગયું એ નાનપણ…?

નહોતું કોઈ વાત નું tension નહોતું કોઈ પર attention ને આજે ઘણું બધું tension અને સહુ કોઈ પર attention…
ક્યાં ગયું એ નાનપણ…?

ના હતી કોઈ મોટી જવાબદારી ની મથામણ ને નહોતી કોઈ ની સાથે અથડામણ
ને આજે “future” બનાવવાની બહુ મોટી મથામણ ને એ માટે દરેક વ્યક્તિ સાથે અથડામણ…

ક્યાં ગયું એ નાનપણ…?

P.S.:

For this writing my sincerely thanks to my buddies,my jaan Praful Rathod and Purvish Jariwala.

blog2_final