AA Jindagi jane ek Gazal thai gai…

Hello everybody,

I know it’s been a long time since I posted something, but what can I do? I was busy finding myself.

So, after a long time, I’m going to publish, hope you will like it.

આ જિંદગી જાણે એક ગઝલ થઈ ગઇ,
સૂચના જેટલી વાત હતી ને જાહેરાત થઈ ગઈ!

કરવાનો હતો માત્ર આત્મા સાથે યોગ,
ધર્મના નામે એક મોટી રમત થઈ ગઈ!

કરી લઈશું આજે નહીં તો કાલે, છે ઘણો સમય,
સમયસૂચકતા ના નામે મોટી આળસ થઈ ગઈ!

ઉપર આવવું હોય, તો થોડું આમતેમ કરવું જ પડે,
નીતિમત્તા ના નામે બુદ્ધિ ની હરાજી થઈ ગઈ!

કબૂતરને બચાવીશું પણ નોકરને તો નહીં જ છોડીએ,
જીવદયા ના નામે ઘણી દેખા-દેખી થઈ ગઈ!

આવડશે સત્તર ભાષા, માતૃભાષા તો નહીં જ બોલીએ,
શિક્ષણ ને હોદ્દાના નામે સંસ્કૃતિની મજાક થઈ ગઈ!

ખુદા-અલ્લાહ-જેહાદ તો ઘણા પવિત્ર શબ્દો છે,
વતનપરસ્તીના નામે અંધાધૂંધી થઈ ગઈ!

દિલથી દિલના તાર જોડવાના હતા, સાહેબ,
કાયાને નિરખવામાં આત્મિક-પ્રેમની બાદબાકી થઈ ગઈ!

લખવું તો હજી ઘણું બધું છે, પણ શું કરું?
આ લખતા લખતા જ મારી કલમ બંધ થઈ ગઈ!newpoem

Leave a comment